દેશ-વિદેશ
News of Thursday, 3rd December 2020

યુરોપિયન સહીત નોર્થ અમેરિકન દેશોના મિલિટ્રી ગ્રુપે ચીનને આગામી દાયકામાં જોખમરૂપ ગણાવ્યું

નવી દિલ્હી: યુરોપિયન અને નોર્થ અમેરિકન દેશોના મિલિટરી ગ્રુપ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)એ ચીનને આગામી દાયકામાં દુનિયા માટે જોખમરૂપ ગણાવ્યું છે. નાટોના એક્સપર્ટ ગ્રુપના રિપોર્ટ ‘યુનાઈટેડ ફોર અ ન્યુ એરા’માં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુધવારે આ રિપોર્ટ જારી કરાયો હતો. નાટોના આ રિપોર્ટમાં ચીનને વિસ્તારવાદી, સત્તા માટે લોકતંત્રને ખુલ્લો પડકાર આપનારો દેશ ગણાવાયો છે.

    રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન ફુલ સ્પેક્ટ્રમ સિસ્ટમેટિક હરીફ છે. ઈકોનોમિક મજબૂતીનો મંજાયેલો ખેલાડી છે. તે એશિયાની સુરક્ષા માટે સૌથી મોટા જોખમરૂપ છે. તેણે પોતાની મિલિટરી પહોંચ એટલાન્ટિક સુધી વધારવાનું શરૂ કર્યું છે. રશિયાની સાથે ચીનના સંબંધ મજબૂત થઈ રહ્યા છે. 

(6:24 pm IST)