દેશ-વિદેશ
News of Tuesday, 3rd December 2019

જકાર્તામાં બોંબ વિસ્ફોટની ઘટનામાં એકની હાલત ગંભીર

નવી દિલ્હી :ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં આજે મંગળવારે સવારે બોમ્બવિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ઘણા લોકોને ઇજા થઇ હતી. સમગ્ર વિસ્તારને પોલીસે તરત ઘેરી લીધો હતો અને બોમ્બ વિરોધી ટીમ પણ ઘટના સ્થળે હાજર થઇ ગઇ હતી. શરૂઆતના તબક્રકે પોલીસે કહ્યું હતું કે ઘટના આતંકવાદનીી છે કે કેમ હાલ તરત કહેવાનું શક્ય નથી. અમે તપાસ શરૂ કરી દીધી હતી.
                  સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આજે સવારના થયેલ ધમાકામાં એક શખ્સને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તેમજ હુમલા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:35 pm IST)