દેશ-વિદેશ
News of Tuesday, 3rd December 2019

બટાટામાંથી બનાવી ટેસ્લાની સાઇબર ટ્રક

ન્યુયોક,તા.૩:હિસ્ટોરિકલ આર્કિટેકચર અને ઓટોમોબાઇલના શોખીન એવા ગ્રેગ મિલાન નામના ભાઈએ તાજેતરમાં થેન્કસગિવિંગના ડિનર માટે એક અનોખી ચીજ બનાવી હતી. આમ તો રાંધવાની દૃષ્ટિએ એમાં કંઈ ખાસ નહોતું, પરંતુ એમાં તેની ક્રીએટિવિટી મસ્ત હતી. બાફેલાં બટાટાનો લોચો બનાવીને એની એવી રીતે કોતરણી કરી હતી જાણે ટેસ્લાની સાઇબર ટ્રક જેવી લાગતી હતી. આ ટ્રક તેણે તેના ભાઈને પિરસી હતી. છેલ્લાં વીસ વર્ષથી તે દર થેન્કસગિવિંગ ડિનરમાં કંઈકને કંઈક કોતરણીકામવાળી ચીજો બનાવે છે. એ વખતે તેણે હેટ, ફૂટબોલ, સ્નોમેન અને વાઇટ હાઉસ જેવી ચીજો કોતરી હતી. ગ્રેગના ભાઈ વોને આ તસવીરો ટ્વીટ કરી હતી જેને લોકોએ ખૂબ લાઇક અને રીટ્વીટ કરી હતી.

(3:46 pm IST)