દેશ-વિદેશ
News of Tuesday, 3rd December 2019

ચીનમાં મોબાઈલ યુઝર્સ માટે ફેસ સ્કેન ફરજીયાત

બીજીંગઃ ચીન સરકારે મોબાઈલ ફોન યુઝર્સ માટે ફેસ સ્કેન અનિવાર્ય કરી દીધુ છે. જેથી તેનો ઉપયોગ સાચો વ્યકિત જ કરી શકે. ચીનના ટેલીકોમ ઓપરેટરોને સુચના આપી છે કે તેઓ ફોન ઉપયોગ કરનાર નવા યુઝરના રજીસ્ટ્રેશન વખતે તેનું ફેસ સ્કેન કરે. સપ્ટેમ્બરમાં ચીનના ઉદ્યોગ અને સૂચના મંત્રાલયે સાયબર સુરક્ષા અંતર્ગત નોટીસ આપી અસલી નામથી રજીસ્ટ્રેશનને જરૂરી જણાવેલ. હવે રવિવારે નવું નોટીફીકેશન જાહેર કર્યુ છે. ચીનમાં ૨૦૧૩થી જ  આઈડીકાર્ડને મોબાઈલ નંબરથી લીંક કરી દેવાયેલ. ત્યારે પણ ચીની સરકારે તે પગલાને યુઝર્સની સુરક્ષા માટે લેવાયાનું જણાવેલ. હવે ચીન સરકારનો તર્ક છે કે નવો નિયમ ઓનલાઈન યુઝરની સુરક્ષા વધારશે. જો કે કેટલાય લોકોનું માનવું છે કે આનાથી બાયોમેટ્રીક માહિતીને લીક કરી શકાય છે. તેને વેચી પણ શકાય છે. લોકોએ જાસુસીના આરોપો પણ લગાવ્યા હતા.

(3:34 pm IST)