News of Monday, 3rd December 2018
ગજનીમાં હવાઈ હુમલો: 35 તાલિબાની આતંકવાદીનાં મોત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતમાં આજ રોજ કરવામાં આવેલ સેનાના હવાઈ હુમલામાં 35 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અન્ય 17 ને ગંભીર રીતે ઇજા પહોંચી છે સેનાએ દ્વારા આ હુમલો તાલિબાની જગ્યાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનામાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે આ મામલે તાલિબાની તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરવામાં આવી નથી.
(5:40 pm IST)