દેશ-વિદેશ
News of Tuesday, 3rd November 2020

ડી એકેર્સ સ્ટેશન તોડીને હવામાં પહોંચી ગઈ મેટ્રો ટ્રેન : 'વ્હેલ માછલી'એ બચાવ્યા લોકોના જીવ !!!

નેધરલેન્ડમાં ભયાનક દુર્ઘટનાનો નાટકીય બચાવ!

 નેધરલેન્ડઃ નેધરલેન્ડમાં એક ભયાનક દુર્ઘટના ખૂજ નાટકીય અંદાજમાં ટળ્યો હતો. શહેરમાં એક મેટ્રો ટ્રેન પુરી સ્પીડથી સ્ટેશન તોડીને હવામાં પહોંચવા માટે તૈયાર થઈ ચૂકી હતી પરંતુ એક વ્હેલ માછલીની પૂંછડીએ ટ્રેનને રસ્તામાં જ રોકી દીધી હતી.

 નેધરલેન્ડના રોટરડેમ શહેરમાં એક મેટ્રો ખૂબજ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી. આમ સ્ટેશનને પાર કરીને ટ્રેન હવામાં પહોંચી ગઈ હતી. જેનાથી ખૂબ જ નુકસાન થઈ શકતું હતું. ડી એકેર્સ નામના સ્ટેશનને તોડીને ટ્રેન હવામાં પહોંચી ગઈ હતી. પરંતુ સૌભાગ્યથી ત્યાં એક વ્હેલની પૂંછડીની મૂર્તિકલા બનેલી હતી. જેણે ખૂબ જ અદભૂત અંદાજમાં સૌથી પહેલા આ મેટ્રોના ડબ્બાનો સંભાળી લીધા અને આ ટ્રેન લટકતી થઈ ગઈ.

 રિપોર્ટ પ્રમાણે આ આર્ટ પીસને મેટ્રોની પાસેના પાર્કમાં ૨૦ વર્ષ પહેલા બનાવ્યું હતું. આ મૂર્તિકલામાં બે મોટી વ્હેલ માછલીઓની વિશાળકાય પૂંછને જોઈ શકાય છે. આ પૈકી એક પૂંછડીના કારણે મેટ્રો ટ્રેન બચી ગઈ હતી.

 આ મેટ્રો ટ્રેનના ડ્રાઈવરનો જીવ સહેજ માટે બચી ગયો હતો. ડ્રાઈવરને કોઈ ઈજા પહોંચી નથી. જોકે આ ડ્રાઈવરને ખૂબ જ આઘાત લાગ્યો હતો. ટ્રેનમાં ડ્રાઈવર એકલો જ હતો તેના સિવાય ટ્રેનમાં કોઈ જ હાજર ન હતું. ભલે વ્હેલની પૂંછડીના આર્ટપીસથી અદભૂત રીતે આ મેટ્રો ટ્રેન બચી ગઈ હતી. પરંતુ જયારે આને બનાવવામાં આવી હશે ત્યારે આર્કિટેકસના મગજમાં આવો કોઈ વિચાર આવ્યો નહીં હોય.

 આ ઘટના બાદ આર્કિટેકસ, એન્જિીનયર્સ અને કેટલાક વિશેષજ્ઞ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઈમરજન્સી સર્વિસ કોશિશ કરી રહી છે કે કેવી રીતે ટ્રેનને સ્ટેશન ઉપર પાછી લાવી શકાય.

 પોલીસે આ મામલે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે ઘટનામાં થોડું નુકસાન થયું છે પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી. આ મેટ્રોટ્રેન આટલી આઉટ ઓફ કંટ્રોલ કેમ થઈ હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

(2:57 pm IST)