દેશ-વિદેશ
News of Saturday, 3rd November 2018

ડાયાબીટીસના દર્દીઓ માટે અંજીર ફાયદાકારક

અંજીરમાં ઘણા ગુણ હોય છે. તે જાંબલી, લીલા અને બીજા કેટલાય રંગોમાં હોય છે. તેમાં સ્વાદની સાથે આયુર્વેદિક ફાયદા પણ હોય છે.

. અંજીરમાં દાણા-દાણા હોય છે. અને તેમાં કેલેરી અને શુગર ઓછુ હોય છે, જે ડાયાબીટીશના દર્દીઓ માટે ફાયદાકારક છે.

. અંજીરના સેવનથી ભુખમાં રાહત મળે છે. અને બીજીવાર ઝડપથી ભૂખ લાગતી નથી. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

. કબજીયાત દૂર કરવા માટે સૂકા અંજીરના બી રાત્રે પલાળી સવારે તેનું સેવન કરવાથી કબજીયાતમાંથી આરામ મળે છે.

. હરસ દૂર કરવા માટે ૨-૩ સૂકા અંજીરને પાણીમાં પલાળી અને આખી રાત રહેવા દો. સવારે તેનું સેવન કરો. એક મહિના સુધી દરરોજ તેનું સેવન કરો.

(9:58 am IST)