દેશ-વિદેશ
News of Tuesday, 3rd August 2021

અફઘાનિસ્તાનના રેડિયો સ્ટેશન પર તાલિબાનીઓએ જમાવ્યો કબ્જો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનનાં અનેક જિલ્લાઓ પર તાલિબાનીઓએ પોતાનો કબજો જમાવ્યો છે. મળતી વિગતો મુજબ હવે તાલીબાનીઓએ એક રેડીયો સ્ટેશન પર કબજો મેળવી લીધો છે. જેથી હવે તેઓ પોતાની ધમકી, ચેતવણી અને પ્રોપેગેંડા 'વોઇસ ઓફ શરીયા'ને ફેલાવવા માટે રેડીયોનો ઉપયોગ કરી શકશે. મહત્વનું છે કે પ્રાંતીય રાજધાની લશ્કરગાહમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે છેલ્લા પાંચ દિવસોથી લડાઇ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ તાલીબાનીઓએ કાજાડી જિલ્લા છોડીને હેલમંટમાં 12 જિલ્લા પર કબજો મેળવ્યો છે. તો લશ્રગાહ નાં 10માંથી 9 જિલ્લા પર આતંકીઓએ ડેરો જમાવ્યો છે. લશ્કરગાહમાં સંઘર્ષ વધતા તમામ મીડિયા પ્રસારણ થંભી ગયા હતા. તાલીબાનીઓએ લશ્કરગાહનાં જિલ્લા-1માં નેશનલ ટીવી ઓફિસ પર પણ કબજો જમાવી લેતા મુશ્કેલી સર્જાય છે જોકે મંત્રાલયે જણાવ્યું હતું કે હેલમંટ સંઘર્ષમાં તાલીબાનીઓને ભારે નુકસાન થયું છે.

(6:10 pm IST)