દેશ-વિદેશ
News of Monday, 3rd August 2020

ઓસ્ટ્રેલિયામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને ફરીથી રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસના વધતા કેસને જોતા પોતાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં ફરી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. દિવસમાં અહીં લોકો પોતાના ઘરેથી પાંચ કિલોમીટરની અંદર યાત્રા કરી શકશે. કર્ફ્યૂ આગામી સપ્તાહ સુધી યથાવત રહેશે. રાત્રે 8 કલાકથી લઈને સવારે 5 કલાક સુધી માત્ર જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો, સ્વાસ્થ્યકર્મી અને પોલીસને બહાર નિકળવાની મંજૂરી છે.

              વિક્યોરિયા રાજ્યના પ્રીમિયરવ ડેનિયલ એંન્ડ્રયૂઝે રાજ્ય આપદાની જાહેરાત કરતા મેલબોર્નમાં સ્ટેજ 4ના પ્રતિબંધો લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, મેલબોર્નમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ વધુ ભયાનક થવાની છેતેમના અનુસાર, 13 સપ્ટેમ્બર સુધી શહેરમાં કોરોનાના કેસ ઉચ્ચ સ્તર પર જઈ શકે છે. અહીં જુલાઈની શરૂઆતમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું હતું પરંતુ તેનાથી સંક્રમણના પ્રસાર પર કોઈ અસર પડી.

(4:01 pm IST)