News of Monday, 3rd August 2020
કોરોનાની સાથો સાથ અમેરિકાના અનેક રાજ્યોમાં બેક્ટેરિયાનો પ્રકોપ જોવા મળ્યો
નવી દિલ્હી: અમેરિકાના અનેક રાજ્યોમાં ઓછામાં ઓછા 500 લોકો સેલમોનેલા (બેક્ટેરિયા)નો શિકાર બની ગયા છે. કેનેડામાં પણ આ જ પ્રકારના મામલા સામે આવ્યા છે. સીએનએનની રિપોર્ટ અનુસાર આશરે 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક કંપની દ્વારા સપ્યાલ કરવામાં આવેલી ડુંગળીને કારણે આ લોકો બિમાર પડયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જ્યારે કેનેડામાં 114 લોકો આ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
(3:58 pm IST)