News of Friday, 3rd July 2020
વાળ કરતા પણ પાતળા લેન્સની મદદથી હવે તબીબો કરશે શરીરની આંતરિક તપાસ:સંશોધન
નવી દિલ્હી: વાળ કરતાં પણ પાતળો લેન્સનો ઉપયોગ કરીને તબીબો હવે ઝીણવટથી શરીરમાં આંતરિક તપાસ કરી શકશે. વળી જાણીને આૃર્ય થશે કે આ લેન્સ કરોળિયાના જાળામાંથી બનાવેલો છે ! એમ તો કરોળિયાના જાળામાંથી ઘણા મેડિકલ ઉપકરણો બનાવાય છે, તેથી કરોળિયાનું જાળું તબીબી ક્ષેત્રે ખાસ નવું નથી. પરંતુ અત્યારે શરીરમાં જઈને બારીકાઈથી અભ્યાસ કરવા માટેની ટેક્નિક કરતાં આ નવી લેન્સ ટેક્નિક વધુ લાભકારી બની રહે એમ છે.
કરોળિયાના રેશમનો ઉપયોગ ઘણા મેડિકલ ઉત્પાદનોમાં થાય છે. આ રેશમ સિન્થેટિક ફાઇબર કરતાં પણ સારું હોય છે અને તે શરીરના કોષોને નુકસાન નહીં કરે એ તેનું લાભકારી પાસું છે.
(5:46 pm IST)