દેશ-વિદેશ
News of Friday, 3rd July 2020

હોટેલમાં કોરોનાગ્રસ્ત ગેસ્ટ સાથે અનેકનો સેકસસંબંધ

ઓસ્ટ્રેલિયાનો ચોકાવનારો કિસ્સો

 નવી દિલ્હી,તા.૩ :  ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા સ્ટેટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અહીં અક જ દિવસમાં ૭૩ નવા કેસ નોંધાયા છે જેમાંથી ર૦ શકિત એવી છે જેને કયાંથી ચેપ લાગ્યો એ જાણવા મળ્યું નથી. અહીં કોસોનાને રોકવા માટે ૧૦ શહેરના ૩૬ જેટલા વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે રાજયમાં કોરોનાના વાઇરસને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. વિકટોરિયા રાજયના ગવનર ડેનિયલ એન્ડ્રુ કહ્યું કે હોટેલમાં કામ પર રાખવામાં આવેલ સ્ટાફની અક વ્યકિતની ભૂલને કારણે કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવ્યો છે. આ મામલે વિકટોરિયાના મૂખ્ય સ્વાસ્થ્ય અધિકારી એ. વી. ડિમેને એમ કહ્યું હતું કે સ્ટામફોર્ડ પ્લાઝો હોટેલમાં સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

(3:05 pm IST)