દેશ-વિદેશ
News of Thursday, 3rd May 2018

ઓફિસમાં દરરોજ દેખાવુ છે સ્ટાઈલીશ?

તમે કોઈ મોટી કંપનીમાં કામ કરો છો?

જ્યારે પણ ઓફિસ જવાની વાત આવે તો આપણે ફોર્મલ લુક ઈચ્છીએ છીએ. પરંતુ, ફોર્મલ દેખાવાના ચક્કરમાં સ્ટાઈલ કયાંક ખોવાઈ જાય છે. કેટલીક બાબતોને અનુસરવાથી ઓફિસમાં પણ સ્ટાઈલીશ લુક મેળવી શકાય છે.

જો તમે ઓફિસે જતી વખતે શોર્ટ પન્સિલ સકર્ટ પહેરો છો તો તેની સાથે લાંબા બૂટ અથવા હાઈ હિલ્સ બૂટ પહેરવા. શર્ટને પેન્સિલ સ્કર્ટની સાથે પહેરતી વખતે ઈન્સર્ટ કરો.

એમ્બ્રોડરીવાળી પેન્સિલ સ્કર્ટને ક્રોપ ટોપ સાથે પહેરો. ગરમીમાં પેન્સિલ સ્કર્ટ સાથે શર્ટ, ટોપ, લૂઝ ટી-શર્ટ અને ટેંક ટોપ પણ પહેરી શકો છો.

જો તમે એક જ પ્રકારના સ્કર્ટ પહેરીને કંટાળી જાવ તો તમે લેધરના સ્કર્ટ કે ડેનિમના સ્કર્ટ પણ પહેરી શકો છો.

ઓફિસ જવા માટે કપડાની સાથે હેર સ્ટાઈલ પણ ખૂબ મહત્વ ધરાવે છે. તમે પેન્સિલ સ્કર્ટ સાથે બ્લેઝર  પહેરો છો તો તમે તમારા વાળ ખુલ્લા રાખો.

જો તમે પેન્સિલ સ્કર્ટ સાથે ટી-શર્ટ પહેરો છો તો તમારા વાળને બાંધી લો. ફુલ સ્લીવ ટી-શર્ટ સાથે વાળને ઉંચા બાંધવાથી સુંદર લાગે છે.

 

(9:43 am IST)