દેશ-વિદેશ
News of Friday, 3rd April 2020

Work From Homeમાં આવે છે કંટાળો ? તો શરીરમાં નવી ઉર્જા ભરવા અપનાવો આ રીત

કોરોના વાયરસના કારણે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવી રહ્યુ છે. આ પરિસ્થિતિમાં તમામ કંપનીઓ બંધ થઈ જવાના કારણે કર્મચારીઓને ઘરમાં જ રહીને (Work From Home) કામ કરવું પડી રહ્યુ છે, પરંતુ ચાર દીવાલમાં કેદ રહીને કામ કરનાર લોકોમાં તનાવની સમસ્યા વધી રહી છે. તો આવો અમે તમને જણાવીએ કે, આ દરમિયાન સારી પરર્ફોમન્સની સાથે કામ કરવાની સાથે પણ તનાવમુકત કેવી રીતે રહી શકીએ. વધારે પડતા લોકો કામથી ફ્રી થયા બાદ પણ મિત્રો અને સંબંધીઓની સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ફોન પર વાતચીત કરતા ઘરમાં વોકિંગ કરતા રહો. જેથી તમારી બોડી પણ રિલેકસ થશે અને તનાવ પણ વધશે નહી.

*. જો તમારા ઘરમાં બાળકો છે તો, આ સમયે સૌથી વધારે તે જ તમારા કામમાં આવી શકે છે. તેથી સમય કાઢીને બાળકોની સાથે મસ્તી કરો, તેમની સાથે રમો અને ખુશ રહો.

*. ઓફિસમાં દિવસભર કામ કર્યા બાદ થાક લાગી જાય છે, તેથી બાદમાં ઘરના એવા ઘણા કામ છે જે અધૂરા રહી જાય છે. ત્યારે આ બધા કામ પૂરા કરવા માટે તમારી પાસે પૂરતો સમય છે. ઘરમાં રહેતાની સાથે જ આ બધા અધુરા કામ પર પોતાનું ધ્યાન આપો.

*.  જો તમને ઘરમાં રહીને કંટાળો આવે છે તો, તેનાથી દૂર રહેવા માટે તમારે કંઈક નવુ ટ્રાઈ કરવુ જોઈએ. ઘરમાં યોગા અથવા મેડિટેશનની ટ્રેનિંગ શરૂ કરી શકો છો. તેને કરવા માટે તમને ઓનલાઈન ઘણા ટયૂટોરિલ પણ મળી જશે.

*. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, શરીરમાંથી પરસેવો બહાર આવવાથી તનાવની સમસ્યા દૂર થઈ જાય છે, પરંતુ ઘર નાનુ હોવાના કારણે આ પ્રકારનું કરવુ મુશ્કેલ છે તેથી જો તમે ઈચ્છો તો, સ્ટેયર્સ રનિંગ એટલે કે, સીડીઓ પર વર્કઆઉટ શરૂ કરી શકે છે. ધ્યાન રાખો કે, તમારે તમામ સીડિઓ પર નથી ભાગવાનું, પરંતુ પ્રથમ સીડિ પર એક જ દિશામાં જોઈને ઉપર-નીચે દોડવાનું છે.

(9:40 am IST)