દેશ-વિદેશ
News of Wednesday, 3rd March 2021

થાઈલેન્ડમાં ચોરીથી બચવા માટે પાળેલ શ્વાન સૂતો રહ્યો ને થઇ ગઈ લૂંટ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક શ્વાનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે હસી હસીને થાકી જશો. થાઈલેન્ડની એક જ્વેલર શોપમાં રોબરી મોક ડ્રિલ રાખવામાં આવી હતી. જ્યાં એક શખ્સ ચોર બન્યો હતો. તે બંદૂક દેખાડતો આવ્યો અને સામાન લઈને જતો રહ્યો. તો ડોગ ગાર્ડ ત્યાં જ સૂતો રહ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, લકી એક હસ્કી શ્વાન છે, જે થાઈલેન્ડમાં એક જ્વેલરની દુકાનને ગાર્ડ કરે છે.

                જ્વેલર માલિકે તેને લૂટથી બચાવવા માટે પાળ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ એક મોક ડ્રિલ અભ્યાસ અને સુરક્ષાની તૈયારીઓની કવાયત દરમિયાન એક સશસ્ત્ર ડાકુએ દુકાનમાં પ્રવેશ કર્યો અને કર્મચારી પર એક નકલી બંદૂક લગાવી દીધી અને તેના માલિકને ઘરેણાં અને રોકડા આપવાની માંગણી કરી છે. ધ મિરરના સમાચાર અનુસાર, આ મોકડ્રિલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તે સુરક્ષાની તપાસ કરી રહી હતી અને કર્મચારીઓને જણાવી રહી હતી કે એવામાં શું કરવું જોઈએ.

(5:41 pm IST)