દેશ-વિદેશ
News of Wednesday, 3rd March 2021

નાઈજિરીયાની શાળામાંથી અપહરણ કરવામાં આવેલ 279 વિદ્યાર્થીનીઓને છોડાવવામાં આવી

નવી દિલ્હી: નાઇજેરિયાની એક સ્કૂલમાંથી 279 વિદ્યાિર્થનીઓનું ગત સપ્તાહે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેને પગલે નાઇજેરિયામાં ફરી મહિલાઓ, વિદ્યાિર્થનીઓની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ભીસમાં આવેલા નાઇજેરિયાના ઝામફરા રાજ્યના રાજ્યપાલ બેલ્લો મટવાલેએ કહ્યું હતું કે આ વિદ્યાિર્થનીઓને છોડાવી લેવામાં આવી છે અને તેઓ હાલ સુરક્ષિત છે.

            આ પહેલા ગત શુક્રવારે જાનગેબે ટાઉનમાં આવેલી સુનિયર સેકેન્ડરી સરકારી સ્કૂલમાં ઘુસીને આતંકીએ બંદુક દેખાડીને 279 વિદ્યાિર્થનીઓનું અપહરણ કરી ગાયબ કરી દીધી હતી. જેને પગલે તેમના માતા પિતા અને સરકાર ચીંતામાં મુકાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે તેની જાણકારી સૈન્ય પાસે પહોંચી ગઇ હતી. પણ આતંકીઓએ સૈન્યના કેમ્પો પર પણ હુમલા કર્યા હતા અને બીજી બાજુ વિદ્યાિર્થનીઓને બંદુક દેખાડીને અપહરણ કરી ગયા હતા.

(5:41 pm IST)