દેશ-વિદેશ
News of Wednesday, 3rd March 2021

માછલીઓને ભોજન આપતા બતકના વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં પશુ-પક્ષીની મસ્તીના વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. તેમાં પણ અમુક વીડિયો જોઈને મનમાં ખૂબ જ આનંદ અનુભવાતો હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માછલીઓને ભોજન આપતા બતકનો વીડિયો સોશિયલ મીડિયામાં દોસ્તીના પ્રતીક તરીકે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અનેક યુઝર્સ તેને દોસ્તી અને માનવતાની મિસાલ ગણાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બતક ટ્રેમાંથી અનાજ લઈને તળાવમાં રહેલી ભૂખી માછલીઓને ખવડાવે છે. બતક ટ્રેમાં રહેલું અનાજ પોતાની ચાંચમાં ભરીને તળાવમાં રહેલી માછલીઓને ખવડાવે છે.

(5:40 pm IST)