દેશ-વિદેશ
News of Wednesday, 3rd March 2021

ઓએમજી.....ઉંટ સાથે સેલ્ફી લેવી આ મહિલાને પડી ભારે

નવી દિલ્હી: લોકોમાં હાલ સેલ્ફી લેવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. લગ્ન-પ્રસંગોમાં ફરવા ઉપરાંત લોકો જમતી વખતે પણ સેલ્ફી ક્લિક કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. જો કે, સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો અનેક વખત કોઈ દુર્ઘટનાનો શિકાર પણ બની જતા હોય છે. સોશિયલ મીડિયામાં આવો જ એક મનોરંજક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ઊંટ સાથે સેલ્ફી લઈ રહી હોય છે પરંતુ તેના સાથે એક ખૂબ જ હાસ્યાસ્પદ ઘટના બની જાય છે.

                  સોશિયલ મીડિયામાં મહિલાનો આ ઊંટ સાથેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા ઊંટ સાથે સેલ્ફી લેતી હોય છે ત્યારે ઊંટ પાંજરામાં બંધ હોય છે. પરંતુ અચાનક જ ઊંટ મહિલાના વાળને મોઢા વડે પકડીને ખેંચી લે છે. આ કારણે મહિલાના કેટલાક વાળ ખેંચાઈ જાય છે અને તે ચીસ પાડી ઉઠે છે. જો કે, ઊંટ તો મસ્તીથી મહિલાના વાળ ચાવીને ખાવા લાગે છે.

(5:40 pm IST)