દેશ-વિદેશ
News of Monday, 3rd February 2020

ચીનમાં કોરાનાની વચ્ચે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવતા ચીનની સરકાર તાત્કાલિક રાહત કાર્યમાં લાગી

નવી દિલ્હી:કોરોના વાયરસથી પીડિત ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ભૂકંપ આવ્યા બાદ ચીનની સરકાર તાત્કાલિક રાહત કાર્યમાં લાગી ગઈ છે. નોંધનીય છે કે ચીનમા કોરોના વાયરસે રોગચાળાનું સ્વરૂપ લઈ લેતા જેના કારણે 361 લોકોના મોત નીપજ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી દીધી છે. સૂત્રો અનુસાર ભૂકંપનુ કેન્દ્ર ચીનના 30.74 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 104.46 ડિગ્રી પૂર્વ દક્ષાંશની વચ્ચે જમીનથી લગભગ 21 કિલોમીટર અંદર આવ્યું, જેની તીવ્રતા રિક્ટર સ્કેલમા 5.1 માપવામા આવી હતી. ચીનમા ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમા અત્યાર સુધી 150 લોકોનું રેસ્ક્યુ કરવામા આવ્યુ છે. સરકારે ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમા 34 વાહનો રાહત કાર્યમાં મોકલ્યા છે. જો કે, ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના આધારે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ વ્યક્તિનું મોત નીપજ્યુ હોય તેવી જાણકારી મળી નથી.

(6:04 pm IST)