દેશ-વિદેશ
News of Saturday, 3rd February 2018

ફલાઇટમાં ૮પ પ્લમ્બર હોવા છતાં ટોઇલેટમાં ગરબડને કારણે પ્લેન ડાઇવર્ટ કરવું પડયું

થોડા દિવસ પહેલાં નોર્વેના ઓસ્લોથી જર્મનીના મ્યુનિક જઇ રહેલી એક ફલાઇટ ઉપડી અને સ્વીડનની બોર્ડર પાર કર્યા પછી એના થોડા જ કલાકોમાં એને પાછી ઓસ્લોના એરપોર્ટ પર લેન્ડ કરવી પડી હતી. એનું કારણ હતું એ ફલાઇટના ટોઇલેટમાં ગરબડને કારણે ફલાઇટને ડાઇવર્ટ કરવી પડે એવો આ કંઇ પહેલો કિસ્સો નથી, પરંતુ નવાઇની વાત એ હતી એ ફલાઇટમાં એક કંપનીના કવોલિફાઇડ કહેવાય એવા ૮પ પ્લમ્બર હતા. આટલા બધા નિષ્ણાંત પ્લમ્બર્સ હોવા છતાં તેઓ ટોઇલેટ રિપેર કરી શકયા નહોતા અને આખરે ફલાઇટને પાછી ઓસ્લો લાવીને ઉતારવી પડી. પ્લમ્બિંગ કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસરનું કહેવું હતું કે અમે એ ટોઇલેટ રિપેર કરવા તત્પર હતા, પરંતુ એનું રિપેરિંગ બહારની તરફથી કરવું પડે એમ હતું જે ચાલુ ફલાઇટે શકય નહોતું.

(3:46 pm IST)