દેશ-વિદેશ
News of Saturday, 3rd February 2018

વોટ્સએપના ૧.૫ અબજ યુઝર્સ કરે છે રોજ ૬૦ અબજ મેસેજની આપ-લે

નવી દિલ્હી તા. ૩ : વોટ્સએપના મંથલી એકિટવ યુઝર્સની સંખ્યા લગભગ ૧.૫ અબજ જેટલી છે, જેઓ રોજના લગભગ ૬૦ અબજ સંદેશાની આપ-લે કરે છે. વોટ્સએપ પછી ફેસબુકની માલિકીનું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી - શેરીંગ પ્રોડકટમાં સૌથી વધુ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામના સ્ટોરી-શેરીંગ અને વોટ્સ-એપના સ્ટેટસ આ બંને ફીચર્સના રોજના લગભગ ૩૦ કરોડ યુઝર્સ છે, જેની સામે સ્નેપચેટના યુઝર્સની સંખ્યા માત્ર ૧૭.૮ કરોડ છે. માત્ર ભારતમાં વોટ્સએપના ૨૦ કરોડ યુઝર્સ છે. ભારતમાના બિઝનેસમેન સાથે સતત સંપર્કમાં રહેવા માટે વોટ્સએપે ગયા મહિને નાના બિઝનેસગૃહો માટે ફ્રી ટાઉનલોડ એન્ડ્રોઇડ એપ વોટ્સએપ બિઝનેસ શરૂ કરી હતી.

(12:49 pm IST)