દેશ-વિદેશ
News of Thursday, 2nd December 2021

ચીનના સુપર પ્લાનને માત આપવા યુરોપ કરી રહ્યું છે તૈયારી

નવી દિલ્હી: યુરોપીય સંઘ એક એવી વૈશ્વિક રોકાણ યોજનાની જાહેરાત કરવાનું છે, જેને ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવના પ્રતિદ્વંદ્વીના રૂપમાં જોવાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ વ્યાપક યોજનામાં ડિજિટલ, પરિવહન, જળવાયુ અને ઊર્જા યોજનાઓ પર 'ઠોસ' પગલાં પણ સામેલ હશે. આને આફ્રિકા અને અન્ય સ્થળો પર ચીનના પ્રભાવનો સામનો કરવાના પશ્ચિમના પ્રયાસોના રૂપમાં પણ જોવાય છે. ચીનનું બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવનું રોકાણ હવે યુરોપના મૉન્ટિનિગ્રો સુધી પહોંચી ગયું છેયુરોપીય પંચનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેને આ 'ગ્લોબલ ગેટ વે' ઇનિશિએટિવને દુનિયા સામે રજૂ કર્યું. વૉન ડેર લેયેને સપ્ટેમ્બરમાં પોતાના 'સ્ટેટ ઑફ ધ યુનિયન' ભાષણમાં કહ્યું હતું, "અમે દુનિયાભરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા બુનિયાદી ઢાંચામાં રોકાણ કરવા માગીએ છીએ, જેથી લોકોને સામાન (ગૂડ્સ) અને સેવાઓ (સર્વિસિસ)થી જોડી શકાય."

(5:54 pm IST)