દેશ-વિદેશ
News of Wednesday, 2nd December 2020

હે ભગવાન.....આ મહિલાએ વાઈન શોપમાં જઈ નખરા શરૂ કર્યા: તોડી નાખી વાઈનની બોટલો

નવી દિલ્હી: આમ તો દારૂનું સેવન સારી આદત નથી. પણ જેવું આ શેતાન પીણું પેટમાં જાય છે એટલે વ્યક્તિ પોતાનું સંતુલન ગુમાવી દે છે. ન કરવાના એવા નખરા શરૂ થઈ જાય છે. દારૂને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી વાઈનશૉપમાં જઈને બોટલને ફેંકતી જોવા મળે છે. આ વીડિયો અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

          આ વીડિયોને જોઈને લોકો અનેક પ્રશ્નો કરી રહ્યા છે. રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, આ વીડિયો બ્રિટનનો છે. ચાર્લ્સ એડમ નામના એક વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો હતો. તેણે પોતાના ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં એક યુવતી સુપરસ્ટોરમાં બનેલા વાઈનશૉપ સેક્શનમાં જઈને એક પછી એક એમ બધી બોટલ તોડી રહી છે. યુવતીનો ચહેરો જોવા મળ્યો નથી. પણ જે સ્પીડથી તે બોટલ તોડી રહી છે એ જોઈને લોકો અનેક સવાલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે, એને કેમ રોકવામાં આવી નથી. ચાર્લ્સે આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, આ યુવતી અડધી કલાકથી બોટલ તોડી રહી છે. ક્યાં છે પોલીસ? શું મેનેજર આ યુવતીને રોકી શકતો નથી? આ યુવતીએ દારૂની તથા બીયરની 500 બોટલ તોડી નાંખી હશે. આખા સુપરસ્ટોરમાં કાંચના ટુકડા પડ્યા છે. યુવતી એના પર રહીને ધડાધડ બોટલ ફેંકીને તોડી રહી છે. આ વીડિયો જોનારા એ વિચારી રહ્યા છે કે, યુવતી બોટલ કેમ તોડી રહી છે. પોલીસે કે મેનેજરે કેમ કોઈ પગલાં લીધા નહીં? પણ જ્યારે યુવતી કાબુની બહાર જઈ રહી હતી ત્યારે મેનેજરે પોલીસને ફોન કરીને આ હકીકત કહી હતી.

(5:50 pm IST)