દેશ-વિદેશ
News of Wednesday, 2nd December 2020

કંપનીએ એન્ટિ માઇક્રોબિયલ સ્માર્ટ ફોન - મોબાઇલ ફોન બનાવ્યો છે

ઇંગ્લેન્ડની કંપનીએ બેકટેરિયા પ્રતિકારક મોબાઇલ બનાવ્યો

લંડન તા. ૨ : મોબાઇલ ફોનમાં અનેક પ્રકારના બેકટેરિયા તથા અન્ય સૂક્ષ્મ જીવો પેદા થતા અને તેમનો ઉછેર થતો હોવાની વાત જાણીતી છે. એ બાબતને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડની એક કંપનીએ એન્ટિ માઇક્રોબિયલ સ્માર્ટફોન-મોબાઇલ ફોન બનાવ્યો છે. ઇંગ્લેન્ડના રીડિંગની બુલિટ નામની કંપનીએ ઘ્ખ્વ્ લ્૪૨ સ્માર્ટફોન એન્ટિ માઇક્રોબિયલ ટેકનોલોજી વડે બનાવ્યો છે. એ ફોન મજબૂતાઈ અને સ્વચ્છતામાં અવ્વલ મનાય છે.

(11:28 am IST)