News of Monday, 2nd December 2019
યૂએસના સાઉથ ડકોટામા ઉડ્ડયનના થોડા સમય પછી પ્લેન ક્રેશઃ ર બાળકો અને પાયલોટ સહિત ૯ ના મોત
સાઉથ ડકોટા (અમેરિકા)માં આવેલ ચેમ્બરલેન મ્યુનિસીપલ એરપોર્ટથી એક સિંગલ એન્જીનવાળું વિમાન શનિવારના ઉડ્ડાન ભર્યા પછી થોડા સમય પછી ક્રેશ થઇ ગયુ.
જેમાં પાયલોટ અને બે બાળકો સહિત ૯ લોકોના મોત થયા જયારે ૩ લોકો ઘાયલ થયા છે સ્થાનીય સ્ટેટ એટોર્નીએ બેહદ ખરાબ હવામાનમાં લોકોને રેસ્કયુ કરવા પર બચાવદળની પ્રશંસા કરી છે. ૩ ઘાયલોનો હોસ્પિટલમાં ઇલાજ ચાલુ છે.
(11:07 pm IST)