દેશ-વિદેશ
News of Monday, 2nd December 2019

સાઈબેરિયામાં મળી આવ્યું બરફમાંથી 18હજાર વર્ષ જૂનું ગલુડિયું: વરુ તથા આધુનિક શ્વાનનું સંમિશ્રણ પ્રજાતિ હોવાની આશંકા

નવી દિલ્હી:સાઇબેરિયામાં 18 હજાર વર્ષ જૂના એક ગલૂડિયું મળી આવ્યું અને આશ્ચર્યમાં પડેલાં સંશોધકો નક્કી કરવાનો પ્રયત્ન કરે છે કે શ્વાન છે કે વરુ છે.રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં યાકૂત્સ્ક પાસે ગલૂડિયું મળી આવ્યું હતું.સાઇબેરિયા દુનિયામાં સૌથી ઠંડા વિસ્તારોમાંથી એક છે.સંશોધકો પ્રમાણે ગલૂડિયું જ્યારે મૃત્યુ પામ્યું હશે, ત્યારે તે બે મહિનાનું રહ્યું હશે, તે રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં પર્માફ્રૉસ્ટમાં અદ્ભુત રીતે સંઘરાયેલું રહ્યું.તેની રુંવાટી,નાક અને દાંત યથાવત્ છે.

             વૈજ્ઞાનિકો કહે છે કે એવું માની શકાય કે પ્રજાતિ વરુ અને આધુનિક શ્વાનનું સંમિશ્રણ હોઈ શકે છે.રેડિયો કાર્બન ડેટિંગ મારફતે જાણી શકાયું કે મૃત્યુ સમયે ગલૂડિયાની ઉંમર કેટલી હતી અને તેના કેટલા સમયથી બરફમાં દબાયેલું હતું. જિનોમ વિશ્લેષણથી જાણી શકાયું કે તે નર છે.

(6:36 pm IST)