દેશ-વિદેશ
News of Monday, 2nd November 2020

ચીનમાં મુસ્લિમોના ધાર્મિક સ્થળોનો કરવામાં આવી રહ્યો છે નાશ

નવી દિલ્હી: ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉઈગુર મુસ્લિમ સમાજ પર થતાં અત્યાચારો વધી રહ્યા છે. શ્રેણીમાં હવે ચીનમાં મુસ્લિમોના ધાર્મિક સૃથળોનો પણ નાશ કરાઈ રહ્યો છે. ચીનમાં છેલ્લા કેટલાક સમયમાં મસ્જિદોની ઓળખ એવા આરબ પદ્ધતિના ડુંગળી આકારના ગુંબજો અને સોનેરી મિનારાઓને ચીની તંત્ર તોડી રહ્યું છે અને મસ્જિદોને સામાન્ય ઈમારતોનો ઓપ અપાઈ રહ્યો છે.

             ચીનમાં મુસ્લીમોના દમનનના અભિયાનનું તાજું ઉદાહરણ સૃથાનિક ઓથોરિટી દ્વારા મસ્જિદો પરથી આરબ સ્ટાઈલના ડૂંગળી આકારના ગુંબજો અને સોનેરી મીનારા દૂર કરવાનું છે. ચીનના હુઈ મૂળના મુસ્લિમ લઘુમતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે તેવા નાન્ગશિયા પ્રાંતની રાજધાની યિનચુઆનની મુખ્ય મસ્જિદ પરથી ગુંબજો અને સોનેરી મિનારાઓ તોડી નાંખવામાં આવ્યા છે. મસ્જિદો પરથી આરબ લિપિનું લખાણ પણ દૂર કરવામાં આવ્યું છે. હવે ત્યાં મસ્જિદને ઓળખી શાકય તેવો ઓપ અપાયો છે.

(5:43 pm IST)