ફિલીસ્તીની ગાઝા પટ્ટીથી ઈઝરાયલમાં 10 રોકેટ છોડવામાં આવ્યા: એક મહિલા ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: ફિલીસ્તીની ગાઝા પટ્ટીથી ઇઝરાયલી વિસ્તારમાં 10 રોકેટ છોડવામાં આવ્યા છે જેના કારણોસર એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી છે. ઇઝરાયલની ચિકિત્સા સેવામાં પૈરામેડિક્સ મૈંગન ડેવિડ એડોમેં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફિલીસ્તીની ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી વિસ્તારમાં રોકેટ છોડવામાં આવ્યા હતા જેના કારણે એક 65 વર્ષીય મહિલાને સામાન્ય રીતે ઇજા પહોંચી છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઇઝરાયલના સુરક્ષા બળોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફિલીસ્તીની ગાઝા પટ્ટીથી ઇઝરાયલી વિસ્તારમાં 10 રોકેટ છોડવામાં આવ્યા છે બે રોકેટ ફિલીસ્તીની એન્કલેવથી છોડવામાં આવ્યા હતા જયારે અન્ય 8 આયરન ડોમ એયર ડિફેંસ સિસ્ટમથી છોડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.