દેશ-વિદેશ
News of Friday, 2nd November 2018

પુરૂષ કે સ્ત્રીના જનનાંગ વિના જ જન્મ્યો!: ૨૩ વર્ષે મળ્યું કુત્રિમ પેનિસ : છોકરો છે કે છોકરી નક્કી કરવું હતું મુશ્કેલ

એનિક ૧૮ વર્ષનો થયો ત્યારે સમજાયું કે તે ઇન્ટરસેકસ છે

પુરુષ કે સ્ત્રીના જનનાંગ વિના જ એક બાળક જન્મ્યો હતો અને તે ૧૮ વર્ષનો થયો ત્યારે સમજયું કે તે ઇન્ટરસેકસ છે આખરે ડોકટરોએ તેને કુત્રિમ પેનીસ લાગવી આપ્યું હતું એનિક  નામનો એક યુવાન માનસિક યાતનાઓમાંથી પસાર થઈ ચૂકયો છે અત્યારે ૨૩ વર્ષની ઉંમરે પહોંચેલા એનિકને સર્જરી કરીને કુત્રિમ પેનિસ ફીટ કરવામાં આવ્યું છે.પણ,આ પેનિસ મેળવતા પહેલા તેને સંખ્યાબંધ સર્જરીઓમાંથી પસાર થવું પડ્યું હતું.

આ એનિક ૧૮ વર્ષનો થયો ત્યારે તેને સમજાયું કે તે ઈન્ટરસેકસ છે, એટલે કે તેના શરીરમાં સામાન્ય પુરુષ કે સ્ત્રીમાં હોય તેવું એક અંગ ન હતું. વિશ્વમાં લગભગ ૧.૭ ટકા બાળકો આવી ખામી સાથે જન્મે છે. એનિક પણ તેમાંથી એક હતો. આ બાળકોમાં જન્મથી જ જનનાંગને લગતી એવી ખામી હોય છે કે જેથી તે પુરુષ છે કે સ્ત્રી તે સમજી શકાતું નથી. એનિક પણ આવી જ ખામી સાથે જન્મ્યો હતો. એટલે, ડોકટરોએ તેનો ડીએનએ ટેસ્ટ કર્યો, જેમાં જણાયું કે તે હ્રળ્ ક્રોમોસમ્સ ધરાવે છે એટલે કે તે પુરુષ છે.

એનિકને ડોકટરોએ તેના હાથની ચામડીનો ઉપયોગ કરી કુત્રિમ પેનિસ બનાવી તેને સર્જરીથી યોગ્ય જગ્યાએ લગાવી આપ્યું છે. તેમાં ઈરેકશન માટે એક પંપ પણ મૂકવામાં આવ્યો છે. હવે, આ કુત્રિમ પેનિસ દ્વારા એનિક થોડા દિવસોમાં જ સેકસ પણ માણી શકશે. પેનિસ લગાવાયું તે પહેલા એનિક સ્ત્રી અને પુરુષ બંને સાથે ડેટ કરી ચૂકયો છે. પણ, બંનેમાં તેને નિષ્ફળતા મળી છે. તે પોતાની આ સ્થિતિને લીધે કોઈની સાથે હળીમળી શકતો ન હતો કે કોઈની સાથે મિત્રતા પણ કેળવી શકતો ન હતો.

કુત્રિમ પેનિસ મળ્યા બાદ એનિકે જણાવ્યું કે, તે હવે વધુ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકશે. તેના પરિવારે પણ તેને આ વિચિત્ર અને માનસિક તણાવભરી સ્થિતિમાંથી બહાર આવવા પૂરેપૂરો સાથ આપ્યો. એનિકે જણાવ્યું કે, મારે એટલી બધી સર્જરીમાંથી પસાર થવું પડ્યું છે કે, મને કેટલાક ડોકટરો અને નર્સોએ નગ્ન જોયો છે તે કહેવું મુશ્કેલ છે. તેણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ ૧૦૦ ડોકટરો અને નર્સોએ મને નગ્ન જોયો હશે.

એનિક જયારે ચાર મહિના હતો ત્યારે તેના પર પહેલી સર્જરી કરવામાં આવી હતી. તે સમયે તેના ટેસ્ટિકલ ઓપરેશન કરીને કાઢી નખાયા હતા કેમકે, તે યોગ્ય જગ્યાએ ન હતા. જયારે એનિકને પોતાની ખામી અંગે જાણ થઈ તો તે લગભગ ડિપ્રેસ થઈ ગયો હતો. તેની માનિસક પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે એક સમયે તેને આત્મહત્યા કરી લેવાનો પણ વિચાર આવી ગયો હતો. પણ, બાદમાં તેણે આ સ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું. ૧૮ વર્ષની ઉંમરે તેને સમજાયું કે તે બીમાર નથી, પણ બીજા કરતા અલગ છે. એ ઉંમરે ડોકટરોએ તેને સર્જરીથી કુત્રિમ પેનિસ ફીટ કરવા અંગે જણાવ્યું. ૨૦૧૬જ્રાક્નત્ન એનિકે સર્જરી કરાવવા મન મક્કમ કરી લીધું. પછી શરૂ થઈ એક પછી એક સર્જરીનો સીલસીલો. આખરે ગત વર્ષે જૂનમાં તેને કુત્રિમ પેનિસ મળી ગયું.

 એનિકે પોતાની વાત લોકોને જણાવવા પાછળના કારણ અંગે બીબીસીને કહ્યું કે, હું સામાન્ય છું, બસ બીજા જેવો નથી. અત્યાર સુધી કોઈ ઈન્ટરસેકસ અંગની વાત સાંભળી નથી. પણ મને આશા છે કે મારામાંથી પ્રેરણા લઈ અન્ય લોકો પણ આગળ આવશે અને પોતાની વાત જણાવશે.લૃ એનિકે જણાવ્યું કે, તે હવે શ્નસાયબોર્જલૃજેવો અનુભવ કરી રહ્યો છે. સાયબોર્જ એ સાયબેમેટિક ઓર્ગેઝમનું ટુંકું નામ છે. જે વ્યકિતનું કોઈ અંગ કુદરતી અને કુત્રિમ રીતે બનાવીને ફીટ કરાયું હોય તેને સાયબોર્જ કહેવાય છે.

(3:33 pm IST)