News of Tuesday, 2nd October 2018
ઇન્ડોનેશિયામાં મદદ માટે પહોંચી ભારતીય વાયુસેના
ભૂકંપ-સુનામી બાદ રાહત કાર્ય દરમિયાન સુલાવેસી આઇલેન્ડ સ્થિત એક ચર્ચમાંથી 34 વિદ્યાર્થીઓના શબ મળી આવ્યા છે. ભૂકંપ આવતા પહેલાં 86 વિદ્યાર્થીઓ જોનૂગ ચર્ચ ટ્રેનિંગ સેન્ટરના બાઇબલ કેમ્પ સામેલ થયા હતા. બાકી 52 વિદ્યાર્થીઓની શોધ હજુ ચાલુ છે
બીજી તરફ ઇન્ડોનેશિયામાં ભૂકંપ-સુનામીમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી 1,234 થઇ ગઇ છે. ભારતીય વાયુસેના મદદ માટે પહોંચી છે.
(10:46 pm IST)