દેશ-વિદેશ
News of Monday, 2nd August 2021

ઓએમજી....આ ભંગાર દેખાતી ચમચીની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: લંડનમાં એક સેલમાં આ ચમચી ગમી ગઈ હતી. ખરીદનારને તે સમયે ચમચીનું મૂલ્ય ખબર નહોતી. ઘણા સમય સુધી તે એની સાથે પડી રહી. એક દિવસ આ ચમચીનો માલિક તેની હરાજી કરવાના વિચાર સાથે લોરેન્સ ઓક્શન હાઉસમાં ગયો. માલિકને તે સમયે કોઈ આઈડિયા નહોતો કે તે વર્ષોથી જેકપોટ પોતાની સાથે લઈને ફરી રહ્યો છે. સિલ્વર એક્સપર્ટ એલેક્સ બચરે કહ્યું કે, આ ચમચી અત્યારની નહીં પણ 13મી સદીની છે. આની કિંમત 500 યુરો ઓછામાં ઓછી છે. આટલું સાંભળીને તો માલિક ખુશીથી ઉછળી પડ્યો હતો. એલેક્સે કહ્યું, ગ્રાહક કોઈ સિલ્વર ડીલર નથી પણ તેને એન્ટિક વસ્તુઓ ખરીદવાનો શોખ છે. તે એક સેલમાં ગયો હતો અને ત્યાં આ આઇકિઆ સ્ટાઈલની સ્પૂન ખરીદી હતી. દેખાવમાં ચમચી વર્ષો જૂની લાગતી હોવાથી તેણે 20 પૈસા ઈન્વેસ્ટ કર્યા. અમારી વેબસાઈટથી તેણે અમારો કોન્ટેક્ટ કર્યો અને અમે તેને અમૂલ્ય સ્પૂનની કિંમત ચૂકવી.

(5:28 pm IST)