દેશ-વિદેશ
News of Monday, 2nd August 2021

ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિએંટે તબાહી મચાવતા 4 વિસ્તાર હાઈ રિસ્ક કેટેગરીમાં

નવી દિલ્હી: જે ચીનમાંથી કોરોના વાયરસ ફેલાવવાની વાતો કહેવામાં આવે છે, તે જ ચીનમાં ડેલ્ટા વેરિએન્ટ તબાહી મચાવી રહ્યું છે. ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે.

ચીનના સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, રાજધાની બેઇજિંગ, જિયાંગસુ અને સિચુઆન સહિત દેશના 18 પ્રાંતોમાં ઓછામાં ઓછા 27 શહેરોમાં 300 થી વધુ નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, ચીનમાં રિસ્ક કેટેગરીના વિસ્તારોમાં પણ વધારો થયો છે. હાલમાં, 91 વિસ્તારો છે જે મીડીયમ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 4 વિસ્તારો હાઈ રિસ્ક કેટેગરીમાં છે. બેઇજિંગે સોમવારે સવારે તેના ઉત્તર-પશ્ચિમ જિલ્લા હૈદિયાનમાં છ રહેણાંક એરિયામાં લોકડાઉન છે, જે વિસ્તારમાં એક પોઝિટિવ COVID-19 કેસ મળ્યો હતો.. તાજેતરના દિવસોમાં દેશની રાજધાનીમાં ફેલાયેલા દેશવ્યાપી કોરોનાવાયરસ સ્પાઇકને કાબૂમાં લેવાના તાજેતરના પ્રયાસ તરીકે આ પગલું લેવામાં આવ્યું છે. રાજધાની બેઇજિંગમાં રવિવારે કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા છે, જેમાં એક એસિમ્પટમેટિક છે. ત્રણેય એક જ પરિવારના છે જે તાજેતરમાં ઝાંગજીયાજીથી પરત ફર્યા હતા. ઝાંગજીયાજી એક પર્યટન સ્થળ છે. ગુરુવારે બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) દ્વારા તેમનું ટેસ્ટિગ કરવામાં આવ્યું હતું અને તપાસમાં જાણવા મળ્યું હતું કે તે બધા ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે.

(5:26 pm IST)