અમેરિકાના અલાસ્કા પ્રાંતમાં બે વિમાન એકસાથે અથડાતા એસેમ્બલી મેમ્બર સહીત સાતના મૃત્યુ
નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કા પ્રાંતમાં શુક્રવારે સવારે એક વિમાન અકસ્માતમાં રિપબ્લિકન પાર્ટીના એક એસેમ્બ્લી મેમ્બર સહિત કુલ સાતનાં મોત નીપજ્યાં હતાં. મિડિયા રિપોર્ટ મુજબ અલાસ્કામાં કેનાઇ આયલેન્ડ પાસે સોલ્ડોત્ના એરપોર્ટ નજીક આ અકસ્માત થયો હતો જ્યારે હવામાં બે વિમાન એકબીજાની સાથે અથડાયાં હતાં.
સ્થાનિક સમય મુજબ સવારે સાડા આઠની આસપાસ બનેલા આ અકસ્માતમાં એક એંજિન ધરાવતું ડી હેવીલૈન્ડ ડીએચસી ટુ બીવર વિમાન બે એંજિનવાળા પાઇપર પી-ટ્વેલ્વ વિમાન સાથે અથડાયું હતું. માર્યા ગયેલા લોકોમાં સ્થાનિક એસેમ્બલીના સભ્ય ગૈરી નોપનો પણ સમાવેશ થયો હતો. સત્તાવાળાઓએ કહ્યું હતું કે આ અકસ્માતમાં તૂટી પડેલા વિમાનોનો ભંગાર સ્ટર્લિંગ હાઇવે પાસે પડ્યો હતો. બંને વિમાનોએ સોલ્ડોતના એરપોર્ટથી લગભગ એક સાથે ઉડ્ડયન કર્યું હતું.