દેશ-વિદેશ
News of Wednesday, 29th July 2020

અફઘાનિસ્તાનની સીમા પર ગોળીબારીની ઘટનામાં પાકિસ્તાની સૈનિકનું મૃત્યુ

નવી દિલ્હી: ખૈબર પખ્તુનખ્વા  પ્રાંતમાં બુધવારના રોજ અફઘાનિસ્તાનની તરફથી કરવામાં આવેલ ગોળીબારીની ઘટનામાં એક પાકિસ્તાની સૈનિકનું મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

      સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આતંકવાદીઓએ બાજૌર જિલ્લામાં સુરક્ષાબળોની જગ્યા પર અફઘાન સીમા તરફ ગોળીબારી કરી હતી. પાકિસ્તાની આતંકવાદી અફઘાનની તરફ અવારનવાર આ પ્રકારના હુમલા કરતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:46 pm IST)