દેશ-વિદેશ
News of Wednesday, 29th July 2020

રમકડાં જેવી દેખાતી આ કારની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: બુગાટી બ્રેન્ડ વેરયોન અને ચિરોન જેવી શાનદાર સુપર કારોથી જાણીતી છે, પરંતુ આ વખતે કંપની એક ઈલેકટ્રીક રમકડા ઘરના કારણે સુર્ખિયોમાં છે, જેની કિંમત લાખોમાં છે, આ રમકડાં કાર છે. બુગાટી બેબી-2, જેને પ્રથમ ચાર વર્ષ 2019ના જીનિવ મોટર શોમાં થ્રીડી પ્રિન્ટેડ મોડેલના રૂપમાં રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ તેનું ફાઈનલ મોડલ યુરોપના માર્કેટમાં ઉતાર્યું છે, જો કે, લાખોની કિંમતની આ યુનિક રમકડાં કાર ખરીદવા માટેની ઈચ્છા માત્ર 500 લોકોની જ પુરી થશે, કારણ કે કંપની માત્ર 500 યુનિટ બેબી-2 કાર બનાવશે.

            આ કારની વિગત જાણીએ તો બુગાટીની શાનદાર, રમકડાં કાર 'બેબી-2 કંપનીની વર્ષ 1927માં આવેલી 'બેબી' કારનું મોડર્ન વર્ઝન છે. બુગાટીની ફાઉન્ડર એતોરે બુગાટીએ 1926માં પોતાના પુત્ર રોલન્ડના ચોથા જન્મ દિવસના અવસરે પહેલી વાર 'બેબી' કાર બનાવી હતી. આ કેપ મીની 1920ના દાયકાની પોપ્યુલર રેસીંગ કાર ટાઈપ કેપનું નાનુ વર્ઝન હતી. ત્યારબાદ આ બર્થ ડે ગીફટ બુગાટીની ઓફીશ્યલ કાર બની ગઈ. કંપનીએ 1927થી 1936 દરમિયાન 500 યુનિટ બેબી કાર વેચી હતી.

(6:46 pm IST)