દેશ-વિદેશ
News of Saturday, 2nd July 2022

બે માથાંવાળો અત્‍યંત દુર્લભ સાપ જોવા મળ્‍યો

ડરબન તા. ૨ : સાઉથ આફ્રિકાના ડર્બનના ન્‍દ્વેદ્વે શહેરના એક રહેવાસીએ તેના બગીચામાં બે માથાંવાળો સાપ જોતાં પોતાના બચાવ માટે સાપ પકડનાર નિક ઇવાન્‍સ નામની વ્‍યક્‍તિને બોલાવ્‍યો હતો. સદ્વાગ્‍યે આ પ્રજાતિના સાપ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ તેનાં બે માથાં જોઈને ડર લાગવો સ્‍વભાવિક હતો. તે વ્‍યક્‍તિ કોઈ પણ જીવને હાનિ પહોંચાડવાની ઇચ્‍છા રાખતો ન હોવાથી એને બાઙ્ઘટલમાં ભરીને સુર ક્ષિત સ્‍થળે મૂકી આવવા ઇચ્‍છતો હતો.
નવાઈની વાત એ છે કે સાપ પકડનારે પણ બે માથાંવાળો સાપ પહેલી વાર જોયો હતો, જે લગભગ ૩૦ સેન્‍ટિમીટર લાંબો હતો.  
આ સાપને સરકતો જોવો એ પણ એક લહાવો છે. ઘણી વાર બન્ને માથાં એકબીજાથી વિપરીત દિશામાં જવા માગતાં હોય છે, તો ઘણી વાર એક માથું બીજા માથા પર આરામ કરતું હોય એમ ટેકવેલું હોય છે. ઘણી ધીમી ગતિએ સરકી શકતા હોવાથી એ જલદીથી શિકાર થઈ જતા હોય છે અને આમ આ સાપ વધુ સમય જીવતા નથી.

 

(11:00 am IST)