દેશ-વિદેશ
News of Friday, 2nd July 2021

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાઓ પરત થવા લાગતા તાલિબાને ભીષણ હુમલાની શરૂઆત કરી

નવી દિલ્હી:  અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાઓ પરત થવા લાગી છે ત્યારે તાલિબાને ભીષણ હુમલાઓ કરવાનું શરુ કરી દીધું છે. તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનના 80 ટકા જિલ્લા તેમના કબ્જામાં છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની ફરથી વાપસી થવાની સાથે કાળા કાયદાઓ પણ અમલમાં આવ્યા છે. તાલિબાનને પોતાના નિયંત્રણવાળા દેશના પૂર્વોત્તર પ્રાંત થખારમાં આદેશ આવ્યો છે કે મહિલાઓએ એકલા ઘરમાંથી બહાર નહીં નીકળવું અને પુરુષઓ ફરજિયાત દાઢી રાખવી. પાકિસ્તાનના સમાચાર ધ ન્યૂઝે માનવાધિકાર કાર્યકર્તાઓના હવાલો આપીને જણાવ્યું કે તાલિબાને યુવતીઓ માટે દહેજ આપવા અંગે પણ નવા નિયમ બનાવ્યા છે. તખારમાં રહેનારા સામાજિક કાર્યકર્તા મેરાજુદ્દીન શરીફી કહે છે કે તાલિમાને મહિલાઓને અપીલ કરી છે કે તેઓ પુરુષોને લીધા વગર ઘરમાંથી બહાર ન નીકળે. તેમણે કહ્યું કે તાલિબાન સબૂત વગર જ કાર્યવાહી કરવા ઉપર ભાર આપે છે.

(5:19 pm IST)