દેશ-વિદેશ
News of Friday, 2nd July 2021

જર્મનીમાં સત્તાવાર જાહેર થયેલ એક આંકડા મુજબ રજીસ્ટર્ડ સેક્સ વર્કર્સની સંખ્યામાં નોંધાયો ઘટાડો

નવી  દિલ્હી: જર્મનીમાં રજિસ્ટર્ડ સેક્સ વર્કર્સની સંખ્યામાં ગયા વર્ષે મોટો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે

જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ કોરોના મહામારીને કારણે ૨૦૨૦માં વેશ્યાગૃહો મહિનાઓ સુધી બંધ રહ્યા હતા. જેની સીધી અસર રજિસ્ટર્ડ સેક્સ વર્કર્સની સંખ્યા પર પડી હતી. ઉલ્લેખનીય છે કે, જર્મનીમાં ૨૦૦૨માં વેશ્યાવૃતિને કાયદેસર માન્યતા આપવામાં આવી હતી અને તેનું નિયમન શરૂ થયું હતું. જેમાં સેક્સ વર્કર્સને સામાજિક લાભ અપાયા હતા અને હવે તેમણે નોંધણી કરાવવી જરૂરી છે. જોકે, માર્ચ ૨૦૨૦થી કોરોનાની મહામારીને કારણે વર્ષનો મોટો હિસ્સો વેશ્યાગૃહો બંધ રહ્યા હતા. ફેડરલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ડેટા મુજબ ગયું વર્ષ પૂરું થયું ત્યારે સત્તાવાળા પાસે ૨૪,૯૪૦ સેક્સ વર્કર્સની નોંધણી થયેલી હતી, જે આંકડો અગાઉના વર્ષના ૪૦,૪૦૦ની તુલનામાં ૩૮ ટકા ઘટાડો દર્શાવે છે.

રજિસ્ટર્ડ સેક્સ વર્કર્સમાં ૨૦ ટકા હિસ્સો જર્મનીના નાગરિકોનો હતો. અન્યમાં ૮,૮૦૦ રોમાનિયા, ૨,૮૦૦ બલ્ગેરિયા અને ૧,૮૦૦ હંગેરીના સેક્સ વર્કર્સ હતા. મહામારીને કારણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ખોરવાઈ હતી, જે પણ એક સમસ્યા છે.

 

(5:17 pm IST)