દક્ષિણ આફ્રિકામાં તંબાકુના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
નવી દિલ્હી:લોકડાઉન દરમ્યાન ઓનલાઇન શાળાના વ્હોટ્સએપ ગ્રુપમાં એક મહિલાએ મેસેજ નાખ્યો હતો કે કોઈ જણાવી શકે છે કે કઈ જગ્યાએ ગેરકાનૂની સિગરેટ મળે છે મને જોઈએ છે. તેમના આ એક વાક્યથી દક્ષિણ આફ્રિકાના 90 લાખ સ્મોકર્સ સરકારના આ નિર્ણયથી પરેશાન થઇ ગયા છે. માર્ચ મહિનામાં લાગેલ લોકડાઉનથી સરકારે ઘણાબધા પ્રતિબંધો લગાવી દીધા હતા જેનાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય।
સરકારદ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી એસોસિએશને અદાલતમાં પણ અપીલ કરી હતી પરંતુ ત્યાં પણ તેમને હાર મળી હોવાનું માલુમ પડી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા એક જ માત્ર એવો દેશ છે કે જ્યાં તંબાકુના વેચાણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અહીંયા જનતાના સ્વાસ્થ્યને વધારે પ્રાથમિકતા આપવામાં આવી છે.