દેશ-વિદેશ
News of Tuesday, 2nd June 2020

હાઈડ્રોક્લોરાઇડના સેવનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો:હદય પર થઇ શકે છે ઘાતક અસર:સંશોધન

નવી દિલ્હી: આજકાલ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી મેલેરિયાની અસરકારક દવા હાઈડ્રોક્સિક્લોરોક્વીનના સેવનને લઈને એક ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે. સંશોધકોએ ઓપ્ટિકલ મેપિંગ સિસ્ટમ વડે આ દવાની હ્રદય પર થતી અસરોને ચકાસી હતી જેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે આ દવાના સેવનથી હ્રદયના ધબકારામાં ખલેલ પહોંચી શકે છે. આ દવા દર્દીના હ્રદયના ધબકારાનું સંચાલન કરતા વિદ્યુત તરંગોને ખલેલ પહોંચાડી શકે છે.

 

                અમેરિકાની જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી સહિતના વૈજ્ઞાનિકોએ આ દવા કેવી રીતે હ્રદયના તાલમેલને ગંભીર રીતે અસર કરે છે તેના પર પ્રકાશ પાડ્યો છે. હાર્ટ રીધમ નામના જ્રનલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવાયું છે કે, એક તારણ મુજબ આ દવા લેવાથી હ્રદયના ધબકારા અનિયમિત અથવા અસાધારણ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગમાં બે પ્રકારના પશુઓના હ્રદય પર પરિક્ષણ કર્યું હતું જેમાં જણાયું કે હ્રદયના ધબકારાનું સંચાલન કરતા વિદ્યુત તરંગોમાં ખલેલ પહોંચી શકે છે. નિયમિત ધબકારાને બદલે તેમાં ફેરફાર થતો હોવાનું તારણ આવ્યું હતું.

(6:09 pm IST)