દેશ-વિદેશ
News of Tuesday, 2nd June 2020

આ છે દુનિયાના અનોખા બંદરો:સુરક્ષાની સાથે છે ફાઈવ સ્ટાર સુવિધાઓ

નવી દિલ્હી: અમેરિકામાં વ્હાઈટ હાઉસ સિવાય દુનિયામાં અન્ય દેશોમાં પણ નિરાળા બંકર આવેલા છે. જેમાં સુરક્ષાની સાથે ફાઈવ સ્ટાર સુવિધાઓ છે. એક ગણ રાજયના મધ્યમાં સ્થિત પહાડો વચ્ચે બન્યું છે. ધી ઓપિડન બંકર તેનું નિર્માણ 1984માં થયેલું. તેમાં 10 વર્ષ સુધી લોકો રહી શકે છે. આ બંકર અબજોપતિઓએ બનાવ્યું છે. વિવોસ યુરોપા વન બંકર દક્ષિણ ડાકોટામાં છે. જેમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા ઉપલબ્ધ છે. અહીં પરમાણુ હુમલા, પુર, ભૂકંપની અસર નથી થતી. પોલેન્ડમાં બનેલું ધી સેફ હાઉસ બંકર સૌથી આધુનિક મનાય છે. અહી દીવાલ કયારેક લોખંડમાં પરિવર્તિત થઈ જાય છે તો કયારેક ફિલ્મની સ્ક્રીન બનીજાય છે તો સેન્ટ એન્ટોનિયો આસપાસ બનેલ ધી એરિસ્ટોકેટ બંકર પણ આલીશાન હોટલ જેવું છે તે પરમાણું હુમલા સહિતની આપતિઓથી બચાવી શકે છે. અહીં સનમીંગ પુલ જેવી પણ સુવિધાઓ છે.

(6:01 pm IST)