દેશ-વિદેશ
News of Saturday, 2nd June 2018

આ પ્રોટીન પાવડરથી મેળવો નેચરલ પ્રોટીન

આજકાલ બધા લોકો ઉપર સિકસ પેક એબ્સ બનાવવાની ધુન સવાર હોય છે. જેના માટે સંતુલિત ખાણી-પીણીની સાથે જીમ અને પ્રોટીન પાવડર લેવો ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. પરંતુ, તે ખૂબ જ મોંઘો આવે છે જે બધા લોકોને પરવડતો નથી. તમે જાણો છો ચણા, મગફળી અને સોયાબીનના ઉપયોગથી ઘરે પણ પ્રોટીન પાવડર બનાવી શકાય છે.

૫૦૦ ગ્રામ ચણા લો. ત્યારબાદ ચણાને તડકામાં સૂકાવા માટે રાખી દો. જ્યારે તે સારી રીતે સૂકાઈ જાય તો તેને થોડુ શેકી લો અને તેને મિકસરમાં પીસી લો. જેથી તેનો પાવડર બની જશે. તેવી જ રીતે ૫૦૦ ગ્રામ મગફળીના દાણાને સેકીને પાવડર બનાવી લો.

ત્યારબાદ સોયાબીન લો. ધ્યાન રાખવુ કે તે ચણા અને દાણાથી ઓછુ લેવાનું છે. ૨૫૦ ગ્રામ સોયાબીન લઈ તેને તડકામાં સૂકવી દો. વ્યવસ્થિત રીતે સૂકાઈ ગયા બાદ તેને થોડુ શેકીને મિકસરમાં પીસી લો. જેનાથી પાવડર બની જાય.

હવે ત્રણેય પાવડરને મિકસ કરો. તો આવી રીતે તમારો પ્રોટીન પાવડર તૈયાર છે. તમે તેને સવારે ૨ ચમચી દૂધ સાથે લઈ શકો છો.

 

(11:34 am IST)