દેશ-વિદેશ
News of Thursday, 2nd May 2019

ઉનાળામાં શરીરને ફ્રેશ રાખવા માટે કરો આ ફળોનું સેવન

ઉનાળામાં પોતાની જાતને ઠંડુ રાખવાની ઘણી રીતો છે. એર કંડીશનથી લઈ બરફના ઠંડા પાણી સુધી, પરંતુ એવા ઘણા રસ ભર્યા ફળો અને શાકભાજીઓ છે કે જેનાથી આપ પોતાની જાતને કૂલ અને હાઈડ્રેડિટ રાખી શકો છો.

તરબૂચઃ જૂના જમાનાથી તરબૂચ ઉનાળાનો એક શાનદાર ફળ છે. તરબૂચમાં ૯૦ ટકા પાણી હોય છે અને સાથે જ વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ ભરપૂર હોય છે. તરબૂચ એક સ્વાદિષ્ટ ફળ છે જેને આપ સલાડમાં પણ સામેલ કરી શકો છો.

ફુદીનોઃ ફુદીનાના પાંદડાઓમાં કૂલિંગ તત્વો છે. તેમને પાણીમાં મેળવી તેમનું સેવન કરો એ લાભદાઈ છે.

મૂળોઃ પશ્ચિમ દેશોમાં મૂળને પાચનની સમસ્યામાં સમાધાનની એક મૂખ્ય ઔષધિ તરીકે સેવન કરવામાં આવે છે. સાથે જ મૂળો શરીરનું તાપમાન પણ ઓછું કરે છે.

નારિયેળ પાણીઃ નારિયેળ એક સસ્તું અને આરોગ્ય ફળ છે. જેમાં કૂલિંગ તત્વો ભરપૂર પ્રમાણમાં સામેલ છે. જેથી તે શરીરને હાઈટ્રેડિટ રાખે છે.

(9:39 am IST)