News of Thursday, 2nd April 2020
ઓએમજી... કોરોના વાયરસના કારણોસર બ્રિટિશ એરવેઝ કદાચ 36હજાર કર્મચારીઓને કરી શકે છે સસ્પેન્ડ
નવી દિલ્હી: કોરોના વાઈરસ રોગચાળાના સંકટને કારણે બ્રિટનની જગવિખ્યાત એરલાઈન બ્રિટિશ એરવેઝે તેની સેવા હાલપૂરતી બંધ રાખી છે. કર્મચારીઓનું શું કરવું એ વિશે બ્રિટિશ એરવેઝ અને યુનાઈટ યુનિયન વચ્ચે ગયા અઠવાડિયાથી વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.
એરલાઈન તેના કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ, એન્જિનીયરો તથા મુખ્યાલયમાં કામ કરતા લોકો, એમ તમામ કર્મચારીગણમાંથી 80 ટકા લોકોને સસ્પેન્ડ કરવા વિચારે છેએવું એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ જાણવામાં આવી રહ્યું છે.
(6:38 pm IST)