દેશ-વિદેશ
News of Tuesday, 2nd March 2021

ઇરાનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કોવીડ-19ની ચોથી લહેરની ચેતવણી આપી

નવી દિલ્હી:ઇરાનના સ્વાસ્થ્ય અધિકારીઓએ દેશમાં કોરોના વાયરસની મહામારીની ચોથી લહેર આવવાની ચેતવણી આપી છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીની શરૂઆત પછી પ્રથમવાર કોરોના વાયરસના કારણોસર 24 કલાકમાં 100થી વધારે લોકો મોતને ભેટ્યા છે. જેના કારણોસર ઈરાનની સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષા મંત્રી સીમા સાદત લારીએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના કારણોસર 108 દર્દીઓના મોત મહામારીની ચોથી લહેરની ચેતવણી આપવામાં આવી છે. નવા મૃત્યુના કારણોસર ઈરાનમાં મહામારીના કારણોસર થયેલ મોતની સંખ્યા 60181પહોંચી ગઈ છે.

(5:36 pm IST)