દેશ-વિદેશ
News of Tuesday, 2nd March 2021

વૈશ્વિક વસ્તીના 10 ટકાથી પણ ઓછા લોકોમાં કોરોના વાયરસ એન્ટિબોડીઝ છે: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાને બાનમાં લીધું છે. વિશ્વમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 11.47 કરોડને પાર પહોચી ચુકી છે. જ્યારે મૃત્યુઆંક પણ 25.44 લાખને વટાવી ગયો છે. દરમિયાન, ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથનના જણાવ્યા અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) નો અંદાજ છે કે વૈશ્વિક વસ્તીના 10 ટકાથી પણ ઓછા લોકોમાં કોરોના વાયરસ એન્ટિબોડીઝ છે.

       સ્વામિનાથને ડબ્લ્યુએચઓ ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોમાં, ખાસ કરીને ગીચ વસ્તીવાળી શહેરી વસાહતોમાં, જ્યાં 50-60 ટકા વસ્તી વાયરસથી સંક્રમિત છે, ત્યાં એન્ટિબોડીઝ બની શકે છે. તેમણે કહ્યું, રસીકરણ સામૂહિક પ્રતિરક્ષા મેળવવાનો એકમાત્ર રસ્તો છે. સ્વામિનાથનના જણાવ્યા મુજબ, હાલમાં માન્ય કરેલ રસી કોવિડ -19 સામે સુરક્ષા પ્રદાન કરે છે.

(5:34 pm IST)