દેશ-વિદેશ
News of Wednesday, 1st December 2021

મિશિગનની સ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થીએ કર્યું ફાયરિંગ : ૩ વિદ્યાર્થીના મોત : ૮ ઘાયલ

પોલીસે ૧૫ વર્ષના હુમલો કરનારાને કસ્ટડીમાં લીધો

ન્યુયોર્ક,તો ૧: અમેરિકાના મિશિગનની એક હાઈ સ્કૂલમાં મંગળવારે અંધાધૂધ ગોળીબાર થયો. એક ૧૫ વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે ગોળી ચલાવી દીધી. જેમાં ૩ અન્ય વિદ્યાર્થીઓના મોત થયા. ત્યારે ઓછામાં ઓછા ૮ લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે ૧૫ વર્ષના હુમલો કરનારા કસ્ટડીમાં લીધો છે. જે તેજ સ્કૂલમાં ભણતો હતો. તેની પાસેથી પોલીસે એક હેંડગન પણ જપ્ત કરી છે.

ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓકસફોર્ડ હાઈસ્કૂલમાં બપોરે થયેલા હુમલામાં એક શિક્ષક સહિત ૬ અન્ય દ્યાયલ થયા છે. ડેટ્રાઈટથી લગભગ ૪૦ મીલ (૬૫ કિલોમીટર ઉત્ત્।રમાં એક નાના શહેરમાં ઓકસફોર્ડમાં હુમલાનું કારણ સ્પષ્ટ થઈ શકયું નથી.

ઓકલેન્ડ કાઉન્ટી અંડર શેરિફ માઈકલ જી. મેકકેબે મુજબ માર્યા જનારા ૩ વિદ્યાર્થીમાં એક ૧૬ વર્ષનો છોકરો. એક ૧૪ વર્ષની છોકરી અને એક ૧૭ વર્ષની છોકરી સામેલ છે. મેકકેબેએ કહ્યું કે આઠ અન્ય લોકોને ગોળી વાગી છે. જેમાંથી એક શિક્ષક પણ છે. તેમાંથી ૬ લોકોની તબિયત સ્થિર છે.

અધિકારીઓએ સ્કૂલમાં અનેક કારતૂસ પણ જપ્ત કર્યા છે. એ માન્યું કે લગભગ ૧૫-૨૦ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી છે. શંકાસ્પદે બોર્ડી આર્મર નહોંતું પહેર્યું. પોલીસ વિભાગના અનુસાર આ ઘટનામાં હુમલાખોર એકલો નહોતો. ગોળી કેમ ચલાવવામાં આવી તેની તપાસ જારી છે.

રોચેસ્ટર હિલ્સ ફાયર ડિપાર્ટમેન્ટના જન સૂચના અધિકારી જોન લાઈમેન અનુસાર લગભગ ૨૫ એજન્સીઓ અને લગભગ ૬૦ એમ્બ્યૂલેન્સ તાત્કાલીક રેસ્કયૂ કામમાં લાગી ગઈ હતી. પોલીસ અધિકારીએ મેકકેબેએ કહ્યું કે હાલમાં એ ખબર નથી પડી કે મરનારા ૩ વિદ્યાર્થીઓને નિશાનો બનાવવામાં આવ્યા હતા કે નહીં. તેમણે કહ્યું કે આ સુનિશ્યિત કરવા માટે હાઈ સ્કૂલના ૩ સ્વીપ કર્યા છે કે જેથી કોઈ પીડિત ન હોય. અમે હજું પણ તપાસ કરી રહ્યા છીએ.

એવરીટાઉન ફોર ગન સેફ્ટી અનુંસાર આ વર્ષે અત્યાર સુધીનું સૌથી દ્યાતક સ્કૂલ શૂટિંગ હતુ. એવરીટાઉન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા આંકડા અનુસાર મંગળવારની ઘટનાની પહેલા ૨૦૨૧માં સંયુકત રાજયભરના સ્કૂલોમાં ૧૩૮ ગોળીબારી થઈ હતી. આ ઘટનામાં ૨૬ ના મોત થયા છે. દર વખતે ૨થી વધારે મોત નથી થયા.

(10:07 am IST)