દેશ-વિદેશ
News of Tuesday, 1st December 2020

ફ્રાન્સના ઉતરી માલીના કિંડલ,મેનકા અને ગાઓમાં અલકાયદાનો રોકેટથી હુમલો

નવી દિલ્હી: અલ કાયદા સાથે જોડાયેલા ઇસ્લામીક આતંકવાદીઓએ ગઇકાલે ફ્રાન્સના ઉતરી માલીના કિડલ, મેનકા અને ગાઓમાં ફ્રાંસના લશ્કરી લોકો પર રોકેટથી હુમલો કર્યો હતો. હુમલાને આંતરરાષ્ટ્રીય તાકાતો પરનો હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘટના બાદ કેમ્પોમાં આગ લાગી હતી. જો કે કોઇના મોત થયા નથી પંરતુ વિસ્તારમાં 5100 જવાનો ખડકાઇ ગયા છે. અલથબા તેઓ નિવેદનમાં કહ્યું હતું કે હુમલો ઇસ્લામ અને મુસ્લીમોના સમર્થનમાં કરાયો છે. સવારે લગભગ સાડા પાંચ વાગ્યે રોકેડ છોડવામાં આવ્યા હતા બાદ ધડાકા સંભળાયા હતા. તાજેતરમાં ફ્રાન્સના લશ્કરે માલીમા અલ હત્યારાના ઉત્તરી આફ્રિકા વીંગના સૈન્ય નેતા બાહ અગ મુસાને મારી નાખ્યો હતો. ફ્રાંસના સાહેલ ક્ષેત્રમાં 2014માં આતંકવાદ સામે ખાસ સૈન્ય ઓપરેશન ચાલુ છે એર સ્ટ્રાઇક કરીને પણ 50 આતંકીને મારી નંખાયા હતા.

(6:14 pm IST)