દેશ-વિદેશ
News of Tuesday, 1st December 2020

ઓએમજી........ આ મીઠાઈને ખાતા પહેલા રમવો પડશે જુગાર

નવી દિલ્હી: મેં રુલેટ વ્હીલને જોરથી ઊંધું ફેરવ્યું અને ગોલ્ડન ટિકર 0થી 10 સુધીના સફેદ અને પીળા નંબરો પર ગોળ ગોળ ફરવા લાગ્યું. ટિક ટિક ટિક એવા ધબકારા જેવા અવાજ સાથે હું જોતી રહી કે તે કયા નંબર પર જઈને અટકે છે. જો એક ઇંચ જમણે આગળ વધે તો મને 10 મળી જાય. એક ઇંચ ડાબે જાય તો મને કશું નહીં મળે. સ્પેનના સેલિનાસ બીચ પર બિકિની પહેરેલી ટૂરિસ્ટ યુવતીઓ મારી આસપાસ મારું ચક્કર મને શું જિતાડે છે તે જોવા એકઠી થઈ ગઈ હતી. મેં પ્રસિદ્ધ બાર્કિલોસ ગીયેર્મો પલાયોને ત્યાં રુલેટનું ચકરડું ફેરવ્યું હતું જેથી મને તેની સ્વાદિષ્ટ વેફર જેટલી પાતળી મધમાં બોળેલી વેનિલા બિસ્કિટ મળી શકે. રુલેટ ફેરવવા માટે ગ્રાહકોએ નક્કી કરેલી રકમ આપવાની હોય છે. જેટલા નંબર પર તમારી કૂકરી અટકે તેટલા બિસ્કિટ તમને મળે. પણ જો રુલેટ શૂન્ય પર અટકે તો તમારા પૈસા પડી ગયા, બિસ્કિટ પણ તમને નહીં મળે. મારી આસપાસના બધા સિસકારા બોલાવતા ઊભા હતા અને આખરે મારી કૂકરી 3 પણ આવીને અટકી. મારા બિસ્કિટ મને મળી ગયા અને હું મોંમાં પાણી સાથે તેનો સ્વાદ માણવા લાગી અને મધ મારી દાઢીએ ઢોળાવા લાગ્યું.

(6:13 pm IST)