દેશ-વિદેશ
News of Sunday, 1st December 2019

ર૦ર૦ સુધીમા કૃત્રિમ સૂર્ય બનાવવાનો ચીનનો ટાર્ગેટઃ સ્‍વચ્‍છ અને અન‌િલિમિટેડ ઉર્જા માટે આ જરૂરી છે

બેઈજિંગ: ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે 2020 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય 20 કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વિજ્ઞાનિકોએ કહ્યું હતું કે પોતાના સૂર્યની મદદથી સ્વચ્છ અને અનલિમિટેડ ઉર્જા મેળવવાની ગણતરી છે.

ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે એચએલ-2એમ ટોકામેકના દાવા પ્રમાણે 2020માં ચીન કૃત્રિમ સૂર્ય બનાવી લેશે અને તેને અક્ટિવ પણ કરી દેશે. આ આર્ટિફિશિયલ સૂરજ 10થી 20 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી આપવા સક્ષમ હશે.

ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે આ કૃત્રિમ સૂર્ય સ્વચ્છ ઉર્જા આપશે અને વળી અનલિમિટેડ ઉર્જાનો પ્રવાહ પણ મળશે. અત્યારે સૂર્યની ઉર્જા 10-12 કલાક મળે છે તેના બદલે આ સૂર્ય જરૂરિયાત પ્રમાણે પ્રકાશમાન તશે.

ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે જૂનમાં કોઈલ સિસ્ટમની ડિલિવરી થઈ પછી કૃત્રિમ સૂર્યના ઈન્સ્ટોલેશનનું કામ સરળ રીતે ચાલી રહ્યું છે. જો કોઈ જ અન્ય વિઘ્ન નહીં આવે તો ચીન 2020માં કૃત્રિમ સૂર્ય સક્રિય કરશે. આ સૂર્યમાં ઈંધણ તરીકે હાઈડ્રોજન અને યુરેયિમ ગેસનો ઉપયોગ થશે.

ચીનના ન્યૂક્લિયર કોર્પોરેશનના નેજા હેઠળ કાર્યરત ઈન્સ્ટિટયૂટ ઓફ ફિઝિક્સના વડા યુઆન જુરૂએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે આ સૂર્ય 20 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉર્જા આપવા સક્ષમ હશે.

અગાઉ ચીને કૃત્રિમ ચંદ્ર બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. ચંદ્રને પણ 2020 સુધીમાં સક્રિય કરવાનં ચીનનું આયોજન છે. 2020માં ચીન પોતાના સૂરજ અને ચાંદથી પ્રકાશિત કરે લેશે એવી આશા ચીની મીડિયાના અહેવાલમાં વ્યક્ત થઈ હતી.

(1:28 pm IST)